ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ સામે સાવચેતી વિશે માર્ગદર્શન મળી રહે તે માટે શિક્ષણ વિભાગના પરામર્શમાં રહી તા. ૨૯-૦૧-૨૦૨૪ થી તા.૦૩-૦૨-૨૦૨૪ સુધી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪”ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં પણ “શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪”ની ઉજવણી કરવામાં આવશે.
આ ઉજવણી દરમિયાન ફાયર સેફ્ટી ડેમોસ્ટ્રેશન, એનડીઆરએફ/એસડીઆરએફનું રેસ્ક્યુ નિદર્શન, મોકડ્રીલ, શોધ અને બચાવ, પ્રાથમિક સારવાર અંગે સમજ, ૧૦૮/ઈન્ડીયન રેડક્રોસ દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ, આઇએસઆર દ્વારા ભૂકંપ વિષયક પ્રેઝન્ટેશન, રોડ સેફ્ટી, ઔદ્યોગિક એકમોના સેફ્ટી અને ફાયર વિભાગ, આઈઈસી એક્ઝીબીશન, આપત્તિ, જોખમ, અસુરક્ષિતતા અને ક્ષમતાની સમજ, શાળા આપતી વ્યવસ્થાપન યોજનાની સમજ આપવી અને ચિત્ર, નિબંધ તેમજ વકૃત્વ સ્પર્ધાઓ વગેરેનું આયોજન કરવામાં આવશે.